ગી.શા.. 134. ચઢવાનું ગીત. હે યહોવાહના ઘરમાં રાત્રે સેવા આપનારા, યહોવાહના સર્વ સેવકો, તમે યહોવાહની સ્તુતિ કરો. પવિત્રસ્થાન તરફ તમારા હાથ ઊંચા કરો અને યહોવાહની સ્તુતિ કરો. સિયોનમાંથી યહોવાહ, જેમણે આકાશ તથા પૃથ્વીનું સર્જન કર્યું છે તે તમને આશીર્વાદ આપો.